મહર્ષિ પતંજલિ પ્રતિપાદિત અષ્ટાંગ યોગ :
મહર્ષિ પતંજલિ કૃત અષ્ટાંગ યોગ ના સંસ્કૃત ષ્લોક નું ગુજરાતી ભાષામાં સચોટ અને શુદ્ધ અનુવાદન તથા અષ્ટાંગ યોગ ના દરેક અંગ નું વિસ્તૃત વર્ણન સાથે વિવેચન.
અષ્ટાંગ યોગ એ વાંચન કે પ્રવચન ને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે.
મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા મુજ્બ ચિત્તવૃત્તિઓના નિરોધથી યોગની પ્રાપ્તિ થાય છે. તેની પદ્ધતિ એટલે અષ્ટાંગ યોગ. આ આઠ સોપાન એટલા મહત્વના છે કે તેના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને એને સમાધિ સુધીની સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈને પરમ તત્વ સાથે એનું અનુસંધાન કરાવી શકાય છે.
અષ્ટાંગ યોગ એ અલગ અલગ આઠ પગથીયાનો માર્ગ નથી પણ આઠ પરિમાણોનો માર્ગ છે, જેમાં આઠેય પરિમાણોનો અભ્યાસ કરવામાં આવે છે.
અષ્ટાંગયોગ ના આ આઠ અંગ છે :
૧. યમ,
૨. નિયમ,
૩. આસન,
૪. પ્રાણાયામ,
૫. પ્રત્યાહાર,
૬. ધારણા,
૭. ધ્યાન અને
૮. સમાધિ.
અષ્ટાંગયોગનું પ્રથમ અંગ છે યમ:
ભારતીય સંસ્કૃતિમાં હંમેશા સત્ય બોલવા અને આચરવા પર ભાર મુકવામાં આવ્યો છે. મન, કર્મ , વચન થી કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે અંગે જાગૃત રહેવું, આ ઉપરાંત ચોરી ન કરવી અને ખોટો સંગ્રહ ન કરવો. વ્યક્તિ પોતાની ઈંદ્રિયો પર કાબુ રાખીને બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે.
યમના પાંચ વિભાગ છે -
૧. સત્ય,
૨. અહિંસા,
૩. અસ્તેય,
૪. અપરિગહ,
૫. બ્રહ્મચર્ય,.
અષ્ટાંગયોગનું બીજું અંગ છે નિયમ :
નિયમના પણ પાંચ પ્રકાર છે. આ નિયમો છે જે જીવનને વધુ સરળ અને ખુશહાલ બનાવવામાટે વ્યક્તિએ પાડવા જોઈએ
૧. શૌચ ,
૨. સંતોષ ,
૩. તપ ,
૪. સ્વાધ્યાય,
૫. ઈશ્વરપ્રણિધાન ,
અષ્ટાંગયોગનું ત્રીજું અંગ છે આસન :
શરીર પર નિયંત્રણ રહેવાથી વ્યક્તિગત સ્વ અને સાર્વત્રિક સ્વનું એકીકરણ થઈ શકે છે .
અષ્ટાંગયોગનું ચોથું અંગ છે પ્રાણાયામ :
શ્વાસોચ્છવાસની સ્વાભાવિક ક્રિયાનું નિયંત્રણ અને તેમાં નિયમિત ક્રમ લાવવો એ અષ્ટાંગ યોગનું ચોથું અંગ છે , જેને પ્રાણાયામ કહીએ છીએ તેના ત્રણ ભાગ છે . પૂરક , કુમ્ભક અને રેચક
અષ્ટાંગયોગનું પાંચમું અંગ છે પ્રત્યાહાર :
વ્યક્તિએ પોતાની ઇન્દ્રિઓને કાબુમાં રાખી તેના મૂળ સ્ત્રોત સાથે ફરી જોડાય તે પ્રમાણે વાળવાની છે. બાહ્ય વિષયોમાંથી મુક્ત થઈ અંતર્મુખી બનવાની અવસ્થા એટલે પ્રત્યાહાર
અષ્ટાંગયોગનું છઠ્ઠુ અંગ છે ધારણા:
ધારણા એટલે ચિત્તને કોઈ એક પદાર્થ પર સ્થિર કરી ધ્યેયને ધારણ કરવું. ચિત્ત , નાભિ , હૃદય , ભૂકુટિ - મધ્ય કે શરીરના અન્ય અંગ પર કેન્દ્રિત થવું.
અષ્ટાંગયોગનું સાતમું અંગ છે ધ્યાન:
ધ્યાન એટલે ચિત્તને સ્થિર કરીને લાંબો સમય ટકાવી રાખવું . બધી જ વસ્તુઓ પર થી કોઈ એક જ વસ્તુ પર એકાગ્ર થવાથી ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે .
અષ્ટાંગયોગનું આઠમું અંગ છે સમાધિ:
સમાધિ એ અષ્ટાંગયોગનું છેલ્લું સર્વોચ્ચ સોપાન છે.
સમાધિ અવસ્થામાં કેવળ ધ્યેય વસ્તુની જ ચેતના રહે છે . સમાધિમાં આત્મા અને ધ્યાનની ક્રિયાનો જાણે લોપ થઈ જાય છે કેવળ ધ્યેય વસ્તુનો જ પ્રકાશ રહે છે જેને આપણે પરમ તત્ત્વ કહીએ છીએ .
યોગનું મુખ્ય ધ્યેય ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને નાબુદ કરી, વ્યક્તિત્વ ના વિકાસમાંઉપયોગી બને એવા વિચારોને સ્થિર કરવાનું છે.
અષ્ટાંગ યોગ એ વાંચન કે પ્રવચન ને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે.